રાહુલનાં વિશ્વાસપાત્રને ભાજપે ટીકિટ આપી

ભાષા

રવિવાર, 22 ફેબ્રુઆરી 2009 (18:28 IST)
કયારેક રાહુલનાં જમણાં હાથ રહેલાં રંજન કુમારને ભાજપે ઉત્તર પ્રદેશની મોહનલાલગંજ સુરક્ષિત લોકસભાની બેઠક પરથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

ભાજપે રવિવારે તેની ઘોષણા કરી હતી. મે 2004માં કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેમણે કોંગ્રેસનાં કાર્યકર્તા તરીકે રાહુલ માટે અમેઠી અને રાયબેરલી વિધાનસભા ક્ષેત્રો માટે કામ કર્યુ હતું.

કુમાર ઉચ્ચ શિક્ષા હાંસલ કરેલી છે. તેમણે લખનઉથી આઈઆઈએમની ડિગ્રી મેળવીને પાવરગ્રિડ કોર્પોરેશન અને ઓસ્ટ્રેલિયાનાં એએનઝેડ બેન્કમાં કામ કરી ચુક્યા છે.

રાહુલ ગાંધીનો સાથે છોડવા અંગે તેમણે કહ્યુ હતું કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીની ટીકા ટીપ્પણી સિવાય કઁઈ કર્યુ નથી. કુમારનાં ભાજપમાં જોડાવા અંગે ઉત્તર પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે દરેક યુવાનની જેમ રંજન કુમાર પણ જલ્દી પ્રગતિ કરવા શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો