રાજ પર મકોકા નહીં-સુપ્રિમ કોર્ટ

વાર્તા

શુક્રવાર, 21 નવેમ્બર 2008 (21:24 IST)
સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં અધ્યક્ષ રાજ ઠાકરે વિરૂધ્ધ મકોકા કાયદો લગાવવા માટે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે.

મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ પી સદાશિવની ખંડપીઠે અરજીકર્તાને સવાલ કર્યો હતો કે તે શું ન્યાયાલયનું કામ કરી રહી છે કે તે કોઈ વ્યક્તિની ધરપકડ કે તેની પર વિશેષ કાયદો લગાવવા અંગે આદેશ કરે છે.

એક ગેરસરકારી સંગઠન યુવા શક્તિએ સુપ્રિમ કોર્ટને એક અરજી કરી હતી. જેમાં રાજ પર મકોકા લગાવવાનો તેમજ તેની ધરપકડ કરવી જોઈએ. તેવી વાત કરવામાં આવી હતી. તેમજ રાજને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બતાવ્યો હતો. કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો