રાજસ્થાનમાં શાળાનું શિક્ષણ મફત- સરકાર

વાર્તા

રવિવાર, 21 સપ્ટેમ્બર 2008 (15:32 IST)
રાજસ્થાનની સરકારી શાળાઓમાં ભણતાં બધાંજ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હવે મફત શિક્ષણ મેળવી શકશે.

મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બધા જ વર્ગનાં વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટે પહેલા ધોરણ થી લઈ બારમા ધોરણ સુધી શિક્ષણ નિશુલ્ક કરી નાંખવાની ઘોષણા કરી છે. રાજેએ ગોવિંદગઢમાં આયોજીત એક જનસભામાં કહ્યું હતું કે શિક્ષાએ મૌલિક અધિકાર છે. તેથી તેમણે આ ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે.

રાજેએ જણાવ્યું હતું કે રાજસ્થાન પહેલું રાજ્ય છે, જેમાં એક થી બારમા ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવશે. જેમાં મફત પુસ્તક પુરાં પાડવામાં આવશે. આ સાથે આઠમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપનાર પણ પ્રથમ રાજ્ય બની ગયું છે.

વેબદુનિયા પર વાંચો