યૌન ઉત્પીડન મામલામાં ઓરિસ્સાના સ્પીકરનુ રાજીનામુ

ભાષા

સોમવાર, 31 માર્ચ 2008 (19:33 IST)
ભુવનેશ્વર. યૌન ઉત્પીડન મામલામાં ઓરિસ્સા વિધાનસભાના અધ્યક્ષે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ હતુ જ્યારે વિધાનસભા અધ્યક્ષની પ્રતિષ્ઠા કલંકીત કરવા માટે મહિલા કર્મચારીને ભડકાવવાના આરોપમાં પ્રદેશ સરકારના એક વરિષ્ઠ મંત્રીને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, મોહંતીએ પોતાનુ રાજીનામુ વિધાનસત્રા ઉપાધ્યક્ષને સુપરત કર્યુ હતુ. તેમણે ફરી એકવાર પોતાની ઉપર લાગેલા આરોપોનુ ખંડન કર્યુ હતુ. વિધાનસભાના સહાયક માર્શલ ગાયત્રી પાંડા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે વિધાનસભા અધ્યક્ષ સામે યૌન ઉત્પીડનનો ગુનો દાખલ કર્યો હતો. આ મામલામાં મુખ્યમંત્રી નવીન પટનાયકે સૂચના તથા જનસંપર્ક મંત્રી દેવાશીષ નાયકને બરખાસ્ત કરી દીધા હતા.

વેબદુનિયા પર વાંચો