યુપીના સહારનપુરમાં સાંપ્રદાયિક હિંસા, કરફ્યુ લાગ્યો

શનિવાર, 26 જુલાઈ 2014 (12:58 IST)
ઉત્તરપ્રદેશના સહારનપુર શહેરમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાને કારણે શનિવારે કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસ મુજબ જમીનના એક વિવાદને કારણે બે જૂથો વચ્ચે સંઘર્શ પછી પ્રશાસને શહેરમાં કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો. હિંસામાં એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. 
 
હિંસા દરમિયાન ગોળીબારી, તોડફોડ અને આગ ચાંપવાની ઘટનાઓ થઈ છે. હિંસાને જોતા વધુ પોલીસદળ સહારનપુર મોકલવામાં આવી રહ્યા છે. મેરઠના પોલીસ મહાનિરીક્ષકને તત્કાલ સહારંપુર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસના મુજબ એક જમીનના વિવાદને લઈને બે જૂથ સામેસામે આવી ગયા અને જોતજોતામાં જ તેમા પત્થરમારો શરૂ થઈ ગયો. ગોળીબારી થઈ અને કેટલાક સ્થાન પર આગ પણ લગાડવામાં આવી. 
 
હિંસામાં પોલીસબળ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ સંઘર્ષમાં એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. શહેરમાં વધુ ફોર્સ લગાડવામાં આવ્યો છે. ઉપદ્રવિયોને નિયંત્રિત કરવા માટે પોલીસે રબરની ગોળીઓ પણ ચલાવી. 

વેબદુનિયા પર વાંચો