યુપીએ સાથે મળીને ચુંટણી લડશે-લાલુ

વેબ દુનિયા

શનિવાર, 21 ફેબ્રુઆરી 2009 (18:48 IST)
સંયુક્ત પ્રગતિશીલ એલાયન્સ -યુપીએનાં ઘટક એવા રાષ્ટ્રીય જનતા દળનાં પ્રમુખ લાલુપ્રસાદ યાદવે ગઠબંધનનાં દરેક દળો ભેગા મળીને લોકસભાની ચુંટણી લડશે. તેમજ ડાબેરી પક્ષોએ ભવિષ્યમાં યુપીએને સહયોગ આપશે, તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

બિહારમાં રામવિલાસ પાસવાન સાથે બેઠકોનાં તાલમેળને લઈને તેમણે જણાવ્યું હતું કે હાલ વાતચીત ચાલી રહી છે. તેથી હું એટલું જ કહીશ કે હાલ આ અંગે વાતચીત ચાલી રહી છે.

લાલુ શુક્રવારે એક સમારોહમાં ભાગ લેવા પાસવાનનાં ઘરે ગયા હતા. પણ બંને પક્ષ વચ્ચે સીટોની ભાગીદારી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમજ આગામી ચુંટણીમાં પપ્પુ યાદવને ટીકિટ નહીં આપવાનો નિર્ણય પણ લાલુએ જાહેર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો