ગાર્ડિયન છાપાના સમાચાર મુજબ ગયા વર્ષે નવેમ્બરમાં બ્રિસબેનમાં જી-20 દેશોના નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેનારા નેતાઓના પાસપોર્ટ નંબર, વીઝા વિગત અને અન્ય વ્યક્તિગત માહિતી ઓસ્ટ્રેલિયાઈ આવ્રજન વિભાગના એક કર્મચારીના ઈ-મેલ મોકલવામાં થયેલ ભૂલથી એશિયન કપ ફૂટબોલ ટૂર્નામેંટના આયોજકો પાસે પહોંચી ગઈ.
સમાચાર મુજબ મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જર્મન ચાંસલર, એંજેલા મર્કેલ, ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગ, જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબે, ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો અને બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કૈમરન એ નેતાઓમાં સામેલ છે જેમના વિશે માહિતી સાર્વજનિક થઈ ગઈ.
અધિકારીએ લખ્યુ કે વ્યક્તિગત માહિતી જે સાર્વજનિક થઈ ગઈ તેમા 21 આંતરરાષ્ટ્રીય નેતાઓના નામ, જન્મ તિથિ. પદ પાસપોર્ટ નંબર, વીઝા નંબર અને વીઝા ઉપવર્ગનો સમાવેશ છે. તેમણે જણાવ્યુ કે આ માહિતી સાર્વજનિક થવાનુ કારણ માનવીય ભૂલ છે.