પણ જો તમે આ વીડિયોને જોશો તો તમે સમજી જશો કે કેવી રીતે એક પાકિસ્તાની સૈનિક એ દિવસની સમગ્ર પરિસ્થિતિ જણાવી રહ્યો છે. વીડિયોમાં તેને એ કહેતા સાંભળી શકાય છે કે કેવી રીતે તેણે એ દિવસે ભરતીય સૈનિકોના કેપ્ટન કાલિયા અને તેમના પાંચ મિત્રો પર ફાયરિંગ કર્યુ. સૈનિકનુ કહેવુ છે કે હિન્દુસ્તાની અમારો શિકાર કરવા આવ્યા હતા અને ખુદ શિકાર થઈ ગયા.
સૌરભના પિતા એનકે કાલિયા 16 વર્ષ પછી પણ પોતાના પુત્ર માટે ન્યાય માટે લડી રહ્યા છે. એનકે કાલિયા 2012માં સુપ્રીમ કોર્ટનુ વલણ કર્યુ. તેમની માંગ છે કે વિદેશ મંત્રાલય આ મામલાને ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઉઠાવે, જેથી જે પાકિસ્તાની જવાનોએ તેમના પુત્રની હત્યા કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. તેમના મુજબ યુદ્ધ દરમિયાન આ પ્રકારનો વ્યવ્હાર યુદ્ધ બંદીયો સાથે જેનેવા સમજૂતીનુ ઉલ્લંઘન છે.