મોદી જ્યારે વિદેશમાં જાય છે ત્યારે દેશમાં ચોક્કસ સારો વરસાદ થાય છે: વોટ્સએપીયાઓની રમૂજ

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (13:10 IST)
સોશ્યલ મિડીયાના વોટ્સએપ પુરમાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા અને વરસાદના સંયોગ વિશે એક મેસેજ ફરતો થયો છે. જેમાં જણાવાયું છે કે નરેન્દ્ર મોદી જ્યારે ભારત છોડી વિદેશમાં જાય છે ત્યારે દેશમાં ચોક્કસ સારો વરસાદ થાય છે.

મૌસમ વિભાગને અગલે ચાર દિનો તક ભારી બારીશ કી ચેતાવની દી... કહાં, મોદી દેશ મે નહી હૈ, યે અચ્છી બારીશ કે સંકેત હૈ... અહી શરૃ થતાં મેસેજમાં ઉપરની વાત કરવા માટે વોટ્સએપીયા સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, મોદી પહેલાં ભુટાન ગયા તો વરસાદ આવ્યો, નેપાળ ગયા ત્યારે વરસાદ આવ્યો અને હવે મોદી પાંચ દિવસની જાપાનની યાત્રા પર છે તેથી દેશમાં સારો વરસાદ પડવાના સંકેત છે.

આટલું ઓછું હોય તેમ મેસેજમાં આગળ એવું લખાયું છે જે વાંચીને વડાપ્રધાનના ચહેરા પર પણ સ્માઇલ ફરકી જાય... કહ્યું કે મૌસમ વિભાગે સરકારને અનુરોધ કર્યો છે કે ૨-૩ મહિના માટે મોદીજીને વિદેશમાં જ રાખો જેથી આ વખતનો વરસાદ તેનો કોઠો પુરો કરી શકે.

આ મેસેજ વાંચી લોકો મીઠી મજા લઇ રહ્યા છે અને એક-બીજાને શેર કરી રહ્યા છે. ભાજપના નેતાઓ સુધી પણ આ મેસેજ પહોંચતાં તેઓએ પણ મેસેજને હળવી મજાક ગણી હસી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યારે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એવા મેસેજ ફરતા થયા હતા કે ગુજરાતમાં જ્યારે-જ્યારે પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત પર કોઇના કોઇ કુદરતી આફત આવી છે. એ સમયે દેશમાં વરસાદ ખેંચાયો હોવાથી આ મેસેજ શરૃ થયા હતા. જો કે બાદમાં વરસાદ પણ વરસ્યો હતો.

વેબદુનિયા પર વાંચો