મોદી અને ગાંધીજીની તુલના કરી જ નથી : ગડકરી

ભાષા

સોમવાર, 1 ફેબ્રુઆરી 2010 (11:29 IST)
ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વચ્ચે સીધી સરખામણી કરી હોવાનું નકાર્યું હતું.

મહાત્મા ગાંધી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાંથી પ્રેરણા લઈને મોદી આ મહાપુરૂષોને પગલે ચાલતા ગરીબોના કલ્યાણ માટે વિવિદ યોજનાઓ હાથ ધરી રહ્યાં છે, તેવું મે કહ્યું હતું તેમ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા ગડકરીએ જણાવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ગુજરાતની પહેલી મુલાકાત અંગે ગડકરીએ મોદી અને ગાંધીજીની તુલના રૂપે જણાવ્યું હતું કે, બન્ને જણે રાજનીતિને ગરીબી દૂર કરવાનું શસ્ત્ર માન્યું છે.

વિવાદાસ્પદ બનેલા નિવેદનના એક દિવસ પછી ગડકરીએ માધ્યમોને સમાચારો સમાચારના રૂપમાં જ મુકવા અને તેમાં કોઈ નવા અભિપ્રાય ન ઉમેરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રપિતાના 62 માં નિર્વાણદિન નિમિતે મુલાકાત દરમિયાન ગડકરીએ કરેલા નિવેદનની કોંગ્રેસે ટીકા કરતા વિવાદનો વંટોળ સર્જાયો હતો.

વેબદુનિયા પર વાંચો