મોદી અને આરએસએસ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનુ કામ કરી રહ્યા છે - ગિલાની

મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (12:13 IST)
પોતાના ઘરમાં નજરબંધ તહરીક એ હુર્રિયતના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીએ અંગ્રેજી વેબસાઈટૅને આપેલ ઈંટરવ્યુમાં આરએસએસ અને નરેન્દ્ર મોદીને નિશાને લેતા કહ્યુ કે આ બંને મળીને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. 
 
ગિલાનીએ વધુમાં કહ્યુ કે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. નોંધનીય છે કે ગિલાની શ્રીનગરના રાવલપુરા સ્થિત પોતાના ઘરમાં નજરબંધ છે. 
 
તેમનુ કહેવુ છે કે સાડા સાત લાખ સેના જવાનોની હાજરીમાં મતદારો ક્યારેય પોતાને આઝાદ અનુભવી ન શકે. વેબસાઈટે તેમને પુછ્યુ કે તેઓ આગામી મુખ્યમંત્રી કોને જોવા માંગે છે ત્યારે તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી કોઈપણ હોય પણ રાજ્ય પર રાજ ગૃહ મંત્રાલય કરે છે. અન્ય તો માત્ર પુતળાની જેમ કામ કરે છે. કેન્દ્ર સરકાર માત્ર જમ્મુ કાશ્મીરને પ્રતાડિત કરવા માટે ચૂંટણી કરાવે છે. 
 
ગિલાનીને પુછવામાં આવ્યુ કે કાશ્મીરના યુવાનો પર હુર્રિયતની પકડ નબળી પડી છે. ત્યારે તેમણે કહ્યુ કે આ અફવા ભારતીય ઈંટેલિજંસ ફેલાવી રહ્યા છે. કાશ્મીરના યુવાનો આજે પણ હુર્રિયત સાથે આત્માની જેમ જોડાયેલા છે. કોઈપણ જુઠો પ્રચાર અમને અલગ નહી કરી શકે. 
 
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે મોદી 
 
નરેન્દ્ર મોદીના કામકાજ પર ગિલાનીએ કહ્યુ કે સરકાર કોઈપણ પાર્ટીની હોય પણ કેન્દ્ર સરકારની પોલીસી સરખી રહેતી હોય છે. આથી ઉપર નરેન્દ્ર મોદી એક હિન્દુ નેતા છે. જેમના પર આરએસએસની વિચારધારા હાવી છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવાનું તેમનો એકમાત્ર એજંડો છે. 
 
ભારત પાક સંબંધ પર મોદીની પહેલ પર જ્યારે ગિલાનીને પુછવામાં આવ્યુ ત્યારે તેમનુ કહેવુ હતુ કે આ મુદ્દે કઈ પણ કહેવુ તે ઉતાવળ કહેવાશે.  આ મુદ્દે સમય આપવો જ યોગ્ય છે. ગત 30-40 વર્ષથી જેટલા વડાપ્રધાન પદે આવ્યા તેમાંથી કોઈમાં પ્ણ કાશ્મીર મુદ્દે વાત કરવાની હિમંત ન આવી. તેમને પુછવામાં આવ્યુ કે આવનારા 10 વર્ષમાં કાશ્મીરને કેવુ જોવા ઈચ્છો છો ત્યારે તેમનો જવાબ હતો કે કાશ્મીરમાં યુવાનો આઝાદી ઈચ્છી રહ્યા છે અને આવનારો સમય તેમનો જ હશે.  

વેબદુનિયા પર વાંચો