મોદીને ગુજરાતનાં તોફાનો અંગે વધુ પ્રશ્ન પુછવા જરુરી નથી - પ્રફુલ્લ પટેલે

બુધવાર, 29 જાન્યુઆરી 2014 (23:58 IST)
P.R
એનસીપીનાં વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે ગુજરાતનાં તોફાનો અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં સમર્થનમાં આપતા રાજકીય તર્કવિતર્ક સર્જાયા છે. પ્રફુલ્લ પટેલે કહ્યુ કે 2002માં ગુજરાત તોફાનો અંગે કોર્ટનો આદેશ આવી ગયો છે. અને તે આદેશનું સન્માન કરવુ જોઇએ. નરેન્દ્ર મોદી પર એનસીપીનાં નરમ વલણને લઇને રાજકીય વિશ્લેષકો અનેક શક્યતાઓ જોઇ રહ્યા છે.

આ મામલે કોંગ્રેસનાં પ્રવક્ત્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આ પ્રફુલ્લ પટેલનું અંગત મંતવ્ય છે.

નોંધનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધીએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં 2002માં ગુજરાતમાં તોફાનો ભડકાવવા માટે નરેન્દ્ર મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. જ્યારે કોંગ્રેસ સરકારે 1984નાં શિખ વિરોધી તોફાનો રોકવાની કોશિષ કરી હતી. તેમ જણાવ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો