મોદીની રાજીવ ગાંધીની જેમ હત્યા થઈ શકે છે

સોમવાર, 24 માર્ચ 2014 (14:49 IST)
ભાજપાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીઓ દરમિયાન હત્યા થઈ શકે છે. આઈબી તરફથી રજૂ થયેલ એક તાજા એલર્ટમાં આ શંકા બતાવાઈ છે.

આઈબીએ પોતાના એલર્ટમાં જણાવ્યુ કે રેલી દરમિયાન કોઈ માનવ બોમ્બ મોદી પર જીવલેણ હુમલો કરી શકે છે. આ હુમલો એવો જ હશે જેવો પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર કરવામાં આવ્યો હતો.

સૂત્રોના મુજબ, 1991માં જે રીતે લિટ્ટેએ રાજીવ ગાંધીની હત્યા માટે માનવ બોમ્બનો ઉપયોગ કર્યો હતો ઠીક એ જ રીતે મોદીની હત્યા થઈ શકે છે.
P.R

એલર્ટમાં કહેવાયુ છે કે નરેન્દ્ર મોદીને જો ગોળી નહી મારવામાં આવે તો કોઈ માનવ બોમ્બ ભાજપા કાર્યકર્તાના રૂપમાં રેલીમાં જોડાઈને હુમલો કરી શકે છે. જો કે એલર્ટમાં એ નથી બતાવાયુ કે આ માનવ બોમ્બ મહિલા હશે કે કોઈ સ્ત્રી.

આઈબીએ આશંકા બતાવી કે મોદી પર આ હુમલો તેમના ચૂંટ્ણી અખાડા વારાણસી કે વડોદરમાં થઈ શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પીએમ ઉમેદવાર જાહેર થયા પછી થી જ મોદીની સુરક્ષાને લઈને રેડ એલર્ટ રજૂ કરવામાં આવ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો