મોદીએ લોકો સાથે જોડાવવા માટે વેબસાઈટ લોંચ કરી

સોમવાર, 28 જુલાઈ 2014 (12:39 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તામાં આવ્યાને 60 દિવસ પુરા થઈ ગયા ચ હે. 60 દિવસ પુરા થવાના ભાગ રૂપે તેમણે કહ્યુ હતુ કે હવે અહેસાસ થઈ ગયો છે કે સરકારી કામકાજ અને લોકો વચ્ચે એક મોટો ફરક હોય છે. 
 
પ્રધાનમંત્રીએ જનતા અને સરકારી કામકાજની પ્રક્રિયા વચ્ચે રહેલ ગેપને પુરો કરવા માટે આજે મેરી સરકાર નામની એક વેબસાઈટ લોંચ કરી હતી. જેમા લોકો સીધા જ પોતાની મુશ્કેલીઓ જે તે ખાતા સુધી પહોંચાડી શકશે. 
 
કેન્દ્રમાં નવી સરકાર બન્યાને 60 દિવસ પુરા થવાના અવસર પર શરૂ કરવામાં આવેલ વેબસાઈટને તેમણે દેશના વિકાસમાં જનતાની ભાગીદારી હોય તેવુ પ્લેટફોમ્ર ગણાવ્યુ હતુ. દરેક નાગરિકની ઉર્જા અને તેમની ક્ષમતાનો રાષ્ટ્રના વિકાસ માટે ઉપયોગ કરવાનો એક ટેકનિકલી રસ્તો ગણાવ્યો હતો.  
 
તેમણે આશા વ્યક્ત કરી હતી કે સુરાજ્ય લાવવા માટે જનતા આ વેબસાઈટનું સ્વાગત કરશે અને વેબસાઈટને વધુ સુંદર બનાવવા માટે લોકો તેમના વિચાર પણ વ્યક્ત કરી શકશે. સરકારમાં આમ જનતાની ભાગીદારી માટે એક સુંદર પ્લેટફોર્મ બનશે અને ગરીબોની સમસ્યાઓના નિદાનમાં તેની મહત્વની ભૂમિકા હશે. 

વેબદુનિયા પર વાંચો