મોદીએ અમિતની ભલામણ કરી નથી - રાજનાથ

મંગળવાર, 21 મે 2013 (10:24 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નિકટસ્થ અમિત શાહને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પ્રભારી બનાવવાના નિર્ણયનો બચાવ કર્યો અને જોર આપતા કહ્યુ કે મોદીએ શાહની નિમણૂંકની માંગ નથી કરી. રાજનાથે પત્રકારોને કહ્યુ, તેઓ (શાહ) પાર્ટીના મહાસચિવોમાંથી એક છે અને એક સફળ રાજ્યમાં મંત્રી રહી ચુક્યા છે. મને લાગે છેકે તેમણે પ્રભારી બનાવવામા કોઈ અપરાધ નથી.

ભાજપાએ રવિવારે આવનારી લોકસભા ચૂંટણી માટે અમિત શાહને ઉત્તરપ્રદેશના પાર્ટી મુદ્દાના પ્રભારી નિઁમણૂંક કરવાની જાહેરાત કરી.

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી શાહ પર સોહરાબુદ્દીન બનાવટી એંકાઉંટર મામલે જોડાણ હોવાનો આરોપ છે. તેઓ ઘણા મહિના જેલમાં રહી ચુક્યા છે. રાજનાથે કહ્યુ, મોદીએ કોઈની ભલામણ કરી નથી.

શાહ ઉપરાંત યુવા નેતા વરુણ ગાંધીને પશ્વિમ બંગાળમાં, રાજીવ પ્રતાપ રુડીને રાજસ્થાનમાં તથા ઓમ માથુરને ગુજરાતમાં પાર્ટી મામલાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો