મોંઘવારી મુદ્દે મોદીનો હુમલો

ભાષા

રવિવાર, 7 ફેબ્રુઆરી 2010 (15:06 IST)
વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણામંત્રી પ્રણવ મુખર્જીએ શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જવાબી હુમલો કર્યો. મોદીએ કહ્યું કે, સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ) સરકાર ગરીબોને સસ્તુ અનાજ આપવાનો વાયદો નિભાવી રહી નથી.

મોંઘવારી મુદ્દા પર વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા બોલાવામાં આવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે આવેલા મોદીએ સમ્મેલન અંતર્ગત પત્રકારો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, મોંઘવારી સામે લડવા માટે સામૂહિક દૃષ્ટિની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર પાસે તેનો અભાવ છે. રાજ્ય સરકારો સક્રિયતાથી પગલું ભરવા માટે તત્પર છે પરંતુ કેન્દ્ર પાસે દૃષ્ટિનો અભાવ છે.

આ બેઠકને વહેલી તકે યોજવામાં આવવાની આવશ્યકતા જણાવતા મોદીએ કહ્યું કે, વધતી મોંઘવારી રોકવા માટે કેન્દ્ર સરકારને એક કાર્ય યોજનાને લઈને આવવાની જરૂરિયાત હતી તેમ છતાં પણ સરકાર આ બેઠકમાં એવી કોઈ યોજના લઈને આવી નથી.

મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગરીબોને ત્રણ રૂપિયા પ્રતિ કિલોના દરથી અનાજ પૂરુ પાડવા અને શહેરી ગરીબો મઍટે સામૂહિક રસોઈ શરૂ કરવાનો પોતાનો વાયદો પૂર્ણ કરી શકી નથી. મોદીએ રાષ્ટ્રીય જનતાંતિક જોડાણ (રાજગ) સરકારની મૂલ્ય વૃદ્ધિ રોકવામાં મળેલી સફળતાના ગુણગાન કર્યા.

આધિકારિક સુત્રોએ કહ્યું કે, મુખર્જીએ પણ મોદીને કહ્યું કે, મૂલ્ય વૃદ્ધિના મુદ્દેઆને રાજનીતિક રંગ ન આપે. તેમણે કહ્યું કે, કેન્દ્રિય મંત્રી અને મુખ્યમંત્રી આ સમસ્યાનું સમાધાન શોધવા માટે અહીં એકત્ર થયાં છ અને કેટલાયે પોતાના રાજ્યોમાં કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ વિષે માહિતી આપી છે.

વેબદુનિયા પર વાંચો