'મેક ઈન ઈંડિયા' પછી હવે મોદી 'રીડ ઈંડિયા'નું આંદોલન શરૂ કરશે

શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (12:02 IST)
'મેક ઈન ઈંડિયા' ની શરૂઆત કર્યા પછી હવે પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી એક વધુ મોટુ પગલુ ઉઠાવશે. મોદી ફેબ્રુઆરીમાં 'રીડ ઈંડિયા'નું આંદોલન શરૂ કરશે. જેના હેઠળ દેશભરમાં લાઈબ્રેરી ખોલવામાં આવશે. કાર્યક્રમની જવાબદારી માનવ સંસાધન મંત્રાલયની રહેશે. 
 
આ યોજના દ્વારા આદર્શ ગ્રામ યોજનાને જોડવામાં આવશે. જેથી ગામમાં વાંચવાની આદતને પ્રોત્સાહિત કરી શકાય. એક ટીવી ચેનલે દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી મોદી 14 ફેબ્રુઆરીએ વિશ્વ પુસ્તક મેળાનુ ઉદ્દઘાટન કરશે. આ દરમિયાન તે રીડ ઈંડિયા કૈમ્પેન પણ શરૂ કરી શકે છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય અભિયાનની નોડલ એજંસી હશે. માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની અભિયાનની દેખરેખ કરશે. 

વેબદુનિયા પર વાંચો