મુશ્કેલીમાં રાહુલ, બીજી પત્ની ડિંપીએ ઘર છોડ્યુ

શુક્રવાર, 30 જુલાઈ 2010 (12:12 IST)
N.D
રાહુલ મહાજનની બીજી પત્ની ડિપી ગાંગુલીએ રાહુલનુ ઘર છોડી દીધુ છે.

આ વાતનો ખુલાસો એક અંગ્રેજી છાપાએ કર્યો છે. છાપાના મુજબ ડિંપીએ આરોપ લગાવ્યો છે કે રાહુલે તેની સાથે મારપીટ કરી છે અને છાપાની પાસે ડિંપીના ઘાયલ થવાના ફોટોગ્રાફ્સ પણ છે.

ડિપીના મુજબ આ ઝગડો મોબાઈલ પર આવેલ એક મેસેજને કારણે થયો. રાહુલ જાણવા માંગતો હતો એક આ મેસેજમાં શુ લખ્યુ છે. ડિંપીનો ફોન લોક હતો જેને કારણે તેઓ આ મેસેજ વાંચી ન શક્યા. ડિપીએ રાહુલને કહ્યુ કે તે હાલ સૂવા માંગે છે. જેના કારણે રાહુલને ગુસ્સો આવ્યો અને તેણે ડિપીને મારવાનુ શરૂ કરી દીધુ. કોઈ કારણસર ડિંપી ત્યાંથી ભાગી અને તેણે પોતાના એક મિત્ર અને પિતાને ફોન કર્યો જ્યારબાદ તે ઘરે આવી ગઈ છે.

બીજી બાજુ રાહુલે એ વાતથી ઈંકાર કર્યો કે તેણે ડિંપી પર હાથ ઉઠાવ્યો, તેના મુજબ ડિંપીના પિતા તેના ઘરે આવ્યા હતા અને તેમણે તેની સાથે ડિનર કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે રાહુલના આ જ આચરણને કારણે તેમની પ્રથમ પત્ની શ્વેતાએ તેમને છુટાછેડા આપી દીધા હતા.

વેબદુનિયા પર વાંચો