મુજફ્ફરનગરમાં સાંપ્રદાયિક હિંસા, ચારની હત્યા 8ની ધરપકડ

ગુરુવાર, 31 ઑક્ટોબર 2013 (10:41 IST)
P.R
મુજફ્ફરનગર જીલ્લાના બુઢાના વિસ્તારમાં બુધવારે રાત્રે ફરી સાંપ્રદાયિક હિંસા થઈ જેમા ત્રણ લોકોનું મોત થઈ ગયુ. એક મહિના પહેલા જ જીલ્લામાં સાંપ્રદાયિક હિંસામાં લગભગ 60 લોકો માર્યા ગયા હતા. હિંસાની તાજી ઘટના પછી સરકારે સુરક્ષા ચુસ્ત કરી દીધી છે. હિંસામાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જીલ્લા મેજીસ્ટ્રેટ કૌશલ રાજે જણાવ્યુ કે મોહમ્મદપુરસિંહ ગામમાં બે સમૂહના સભ્યો વચ્ચે સંઘર્ષમાં એક મહિલા સહિત ચાર લોકોને માર મારીને મારી નાખ્યા. ચારમાંથી ત્રણની ઓળખ 20 વર્ષીય અફરોજ, 21 વર્ષીય મેહરબાન અને 22 વર્ષીય અજમલના રૂપમાં થઈ છે.

એવુ લાગે છે કે તાજી ઘટના વિસ્તારમાં વ્યાપ્ત સાંપ્રદાયિક તણાવનુ પરિણામ છે. મુજફ્ફરનગર જીલ્લાના જે ભાગમાં વીતેલા મહિને સાંપ્રદાયિક હિંસા થઈ હતી, જેમા મોહમ્મદપુરસિંહ ગામ પણ હતુ.

સૂત્રોએ જણાવ્યુ કે મોહમ્મદપુરસિંહ ગામના લોકોનું સંઘર્ષ હુસૈનપુર ગામના લોકોની સાથે થયુ જેમા ત્રણ યુવાઓનો જીવ ગયો.

સૂત્રોએ જણાવ્યુ કે જો કે બંને ગામની વચ્ચે એક કિલોમીટરનું અંતર છે, પણ તેમનુ ખેતર પાસે જ છે. તેમણે જ્ણાવ્યુ કે કેટલાક લોકોએ અફવા ફેલાવી દીધી કે પાંચ વ્યક્તિ મોહમ્મદપુરસિંહ ગામમાં રહેનારા એક સમૂહના સભ્યો પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે.

તેમણે જણાવ્યુ કે ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા અને બે ભાગવામાં સફળ રહ્યા. જીલાધિકારીએ જણાવ્યુ કે હિંસાના સિલસિલામાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્યને પકડવાનો પ્રયાસ ચાલુ છે. સૂત્રોએ દાવો કર્યો કે માર્યા ગયેલા લોકો એ છે જે હિંસા બાદથી રાહત શિવિરોમાં રહી રહ્યા હતા. એસએસપી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારી કોઈપણ અવાંછિત ઘટનાને રોકવા માટે વિસ્તારમાં રહે છે.

વેબદુનિયા પર વાંચો