મુંબઈ-ગોવા હાઈવે પર પુલ પડ્યો, બે બસો ગાયબ, 22ના મોત

બુધવાર, 3 ઑગસ્ટ 2016 (10:59 IST)
મહારાષ્ટ્રના મહાડમાં બનેલ મુંબઈ-ગોવા હાઈવે પર બનેલ પુલ ભારે વરસાદને કારણે 80 ટકા તૂટીને પડી ગયો. મુંબઈથી લગભગ 175 કિલોમીટર દૂર થયેલ આ દુર્ઘટના પછી મુંબઈ-ગોવા હાઈવેના બંને બાજુ લાંબો ટ્રાફિક જામ લાગી ગયો. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે સાવિત્રી નદીમાં પૂરનુ પાણી આવી જવાથી પુલને નુકશાન થયુ. ભારતીય તટ રક્ષકના લાપતા વાહનોની શોધ માટે ચેતક હેલીકોપ્ટર મોકલવામાં આવ્યુ છે. 
 
દુર્ઘટનામાં મુસાફરોથી ભરેલી 2 બસો અને 2 ફોર વ્હીલર ગાડીઓ લાપતા છે. બંને બસો વહી ગઈ છે, બંનેમાં લગભગ 22 મુસાફરો સવાર હતા.  એનડીઆરએફની ટીમો દુર્ઘટના સ્થળ પર રેસ્ક્યુ માટે લાગી ગઈ છે. ભારે વરસાદ અને પુલની પાસે પાણી ભરાય જવાથી રેસ્ક્યૂમાં તકલીફ પડી રહી છે.  આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ સવા અગિયાર વાગ્યે બની. 
 
અહી પર બે સમાનાંતર પુલ હતા. એક નવો પુલ છે અને એકનુ નિર્માણ બ્રિટિશ કાળ દરમિયાન થયુ છે. પુલ જૂનો હોવાથી ઢસડી પડ્યો છે. 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યુ કે મહાબળેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ પછી નદીમાં પાણીનુ સ્તર વધી ગયુ હતુ અને  આ જ કારણે જૂનો પુલ તૂટી ગયો. 

વેબદુનિયા પર વાંચો