માલેગાવમાં પણ બ્લાસ્ટ, 7ના મોત

વેબ દુનિયા

મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (01:32 IST)
સોમવારે સાંજે મહારાષ્ટ્રના માલેગાવમાં સમી સાંજે બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 લોકોના મૃત્યુ થયા હતાં તથા 30 લોકો ઘાયલ થયા હ્તાં. પરંતુ આ બ્લાસ્ટ કોઈ વિસ્ફોટક સામગ્રીથી થયો છે કે સીલીંડર ફાટવાથી તે અંગે ભારે અસમંજસ હતી પરંતુ મધરાત્રે પોલીસે એવી સ્પષ્ટતા કરી હોવાના અહેવાલ સાંપડ્યા છે કે આ બ્લાસ્ટ સિલિન્ડરના કારણે થયો હતો.

માલેગામાં નુરારી મસ્જીદ પાસે આવેલા ભીખુ ચોકમાં આ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 7 લોકોનું મોત થયુ છે આ મૃતકો માથી ત્રણ સૈયદ અઝર સૈયદ, અઝર સૈયદ નિસાર, તથા શેખ મુફ્તાર યુનિસનો સમાવેશ થાય છે.

આ વિસ્ફોટ થતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. અને આ નાસભાગમાં 30 લોકોને ઈજા થવા પામી હતી. તેમજ રોષે ભરાયેલા રહીશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેને શાંત પાડવા પોલીસે આસપાસના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને કડક બંદોબસ્ત લાદી દેવાયો છે.

બ્લાસ્ટ થયાની જાણ થતાં ગૃહમંત્રી આર.આર. પાટીલે તાત્કાલિક ઘટના સ્થળે એસઆરપીની ટૂકડી અને એટીએસના જવાનોને રવાન કર્યા હ્તાં. ઘટના સ્થળેથી એક સીલ્વર રંગની પેસન હિરો હોંડા મળી આવી છે જેના અંગે તપાસ જારી છે.

વેબદુનિયા પર વાંચો