સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નોએડાના એક પાર્કમાં મુખ્યમંત્રી માયાવતી અને અન્ય દલિત નેતાઓની મૂર્તિઓ લગાવવાના કામ પર સ્ટે ઓર્ડર આપવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ મામલામાં હસ્તક્ષેપ ન કરી શકાય,જેને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી મળી હોય.
ચીફ જસ્ટિસ કે.જી બાલકૃષ્ણનની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ એક આવેદનમાં આ કામમાં યથાસ્થિતિ રાખવાની માંગ કરાઈ હતી. ત્યાર બાદ પીઠે કહ્યુ કે સરકારે તેની મંજૂરી આપી દીધી છે માટે અદાલત હસ્તક્ષેપ ન કરી શકે. પીઠે કહ્યુ કે કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે તેમાં અદાલત દ્વારા રોક લગવી શકાય નહી.
ઉત્તર પ્રદેશ સરકારે નોએડામાં યમુના નદીના કિનારે ચાર કિલોમીટર લાંબા વિસ્તારામાં માયાવતી અને બસપા સંસ્થાપક કાંશી રામ સહિત અન્ય બીએસપી નેતાઓની મૂર્તિઓ ઉભી કરવામાં આવી છે.