માયાવતીનાં ચુંટણી પંચ પર આક્ષેપો

ભાષા

મંગળવાર, 21 એપ્રિલ 2009 (19:36 IST)
ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી અને બીએસપી સુપ્રિમો માયાવતીએ મંગળવારે ચુંટણી પંચ પર નિષ્પક્ષતાનો સીધો આરોપ લગાવીને તેને કોંગ્રેસ તરફી કામ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

માયાવતીએ ચુંટણી કમિશ્નર એસ વાય કુરૈશીની લખનઉનાં દોષી અધિકારીઓ વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવાની ચેતાવણી અને જૌનપુરમાં ઉમેદવાર બહાદુર સોનકરની હત્યા અંગે ત્રણ પોલીસ કર્મચારીની બદલી અંગે જણાવ્યું હતું કે ચુંટણી પંચ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષને ફાયદો કરાવવા માટે કામ કરી રહી છે.

માયાવતીએ જણાવ્યું હતું કે તેમની સરકાર જૌનપુર પ્રકરણને ગંભીરતા થી લઈ રહી છે. તેમજ એડીઆઈજી પદમનસિંહને તપાસ સોંપી છે. જેમણે પોતાની રીપોર્ટમાં હત્યામાં કોઈ રાજકીય પક્ષનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો