મનીષા કોઈરાલાએ નેપાળ મદદ માટે મોદીને કહ્યુ "થેંક્સ પ્રધાનમંત્રી"

સોમવાર, 27 એપ્રિલ 2015 (12:48 IST)
બોલીવુડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા ભૂકંપની બરબાદી ઝીલી રહેલ નેપાળની મદદ માટે મોદી તરફથી મદદ માટે વધેલા હાથની પ્રશંસા કરતા થાકી નથી રહી. 25 એપ્રિલના રોજ નેપાળને 7.9 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળા ભૂકંપનો સામનો કર્યો છે. જેમા હજારો લોકોના જીવ ગયા અને અનેક લોકો ઘાયલ થયા અને હજુ પણ લોકો જીવન-મરણ વચ્ચે ઝૂલી રહ્યા છે. ત્યારબા પણ ભૂકંપના અનેક ઝટકાઓએ દહેશત કાયમ રાખી છે. જેનાથી લોકો ઘરની બહાર સમય વિતાવવા મજબૂર છે. 
 
મનીષા કોઈરાલાના દાદા વિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી હતા.  મનીષાએ આ મુશ્કેલ સમયમાં ઈંડિયા તરફથી મળેલ મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. મનીષાએ ફેસબુક પર લખ્યુ છે, 'હુ ટીવી સામે બેસી રહી અને કશુ ન કરી શકી. આ બધુ જોય પછી હુ માત્ર રડતી રહી... ભારત સરકાર તરફથી મદદ માટે મારી તરફથી ખૂબ ખૂબ આભાર. આવા સમયમાં તેમની તરત જ અને પ્રભાવશાળી મદદ હંમેશા અમને યાદ રહેશે. પ્રધાનમંત્રી મોદી તમારો આભાર.' 
 
શનિવારે 7.9 તીવ્રતાવાળા ભૂકંપથી અત્યાર સુધી નેપાળમાં 2500થી વધુ લોકોના મરવાની ચોખવટ થઈ ચુકી છે. જ્યારે કે 6000થી વધુ લોકો ઘાયલ થયા છે. આવામાં સૌ પહેલા ઈંડિયાએ નેપાળ માટે મદદના હાથ આગળ કર્યા. ભારત સરકાર રાહત અને બચાવ કાર્યો માટે પોતાના પુર્ણ પ્રયાસમાં લાગી છે. 

વેબદુનિયા પર વાંચો