મનમોહન આપશે સંયુક્ત નિવેદન પર સફાઈ

ભાષા

બુધવાર, 29 જુલાઈ 2009 (15:05 IST)
વડાપ્રધાન મનમોહનસિંહ બુધવારે લોકસભામાં મિશ્રમાં જારી ભારત પાકિસ્તાન સંયુક્ત નિવેદનથી આતંકવાદની શરત હટાવવામાં આવવાના મુદ્દા પર સફાઈ આપી શકે છે કારણ કે, આજે સદનમાં આ વિષે ચર્ચા નિર્ધારિત છે.

શર્મ અલ શેખમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનોની મુલાકાત બાદ જારી સંયુક્ત નિવેદનને લઈને વિપક્ષી ભાજપા અને ડાબેરી પક્ષોના આક્રમક વલણ દાખવીને બેઠા છે અને સત્તા પક્ષોમાં પણ કેટલા મુદ્દાઓમાં આ નિવેદનને લઈને અસંતોષ દેખાઈ રહ્યો છે.

સદનમાં આજે ભારત-પાકિસ્તાન સંયુક્ત નિવેદન પર બપોર બાદ ચર્ચા નિર્ધારિત છે, જેમાં વડાપ્રધાન દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવાની સંભાવના છે.

સંયુક્ત નિવેદન પર વડાપ્રધાનની સફાઈ પહેલા સરકાર પર દબાણ બનાવવા માટે વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રાજગના તમામ સાંસદ આ વિષય પર પ્રતિભા પાટિલથી પણ મળી ચૂક્યાં છે.

બીજી તરફ વડાપ્રધાને થોડા દિવસો પૂર્વે મીડિયાથી વાતચીત દરમિયાન પૂરા વિશ્વાસ સાથે કહ્યું હતું કે, તેમની પાસે આ મુદ્દા પર તમામ પ્રશ્નોના જવાબ છે.

વેબદુનિયા પર વાંચો