મકાન ખરીદનારાઓની સુરક્ષા માટે PM લાવશે નવો પ્રસ્તાવ

શુક્રવાર, 26 જૂન 2015 (12:07 IST)
મકાન નિર્માણવાળા બિલ્ડરોની છાંખી છબિને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બિલ્ડરો પાસેથી મકાન ખરીદનારાઓને સુરક્ષાનું વચન આપ્યુ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે આ વિશે એક ધારાસભ્ય સંસદના માનસૂન સત્રમાં પ્રસ્તાવિત કરી આગળનું કાર્ય કરશે.  પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે શહેરોની વિકાસ યોજનાઓ વિશે સમગ્ર દ્રષ્ટિની કમી રહે છે.  શહેરોનો વિસ્તાર ત્યાના પ્રશાસક નથી પરંતુ ત્યાના બિલ્ડર્સ દ્વારા કરવામાં આવે છે. આપણા દેશમાં ઈચ્છિત અનિચ્છિત રૂપમાં બિલ્ડર લોબીની છબિ ખૂબ સાઅરી નથી. મોદીએ ગુરૂવારે શહેરી વિકાસ સાથે જોડાયેલ ત્રણ યોજનાઓના શુભારંભના અવસર પર આ વિષય પર વાત કરી.  તેમણે જણાવ્યુ કે તેમની સરકાર ઉપભોક્તા સંરક્ષણને લઈને ખૂબ સંવેદનશીલ છે. આ દિશામાં સરકાર કાર્યરત પણ છે.  એક ગરીબ માણસ પોતાની આજીવન જમા પૂંજીનુ રોકાણ પોતાનુ ઘર બનાવવામાં કરી નાખે છે. પણ જ્યારે તેની સાથે દગો થાય છે તો તે બધુ જ ગુમાવી દે છે. આવા ગરીબ અને નાનકડા ઉપભોક્તાને બચાવવા માટે સંસદમાં એક ખરડો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે.   આ ખરડાને સંસદના આગામી સત્રમાં પાસ કરાવવાના પ્રયત્ન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદનુ માનસૂન સત્ર 21 જુલાઈથી શરૂ પ્રારંભ થયા પછી ત્રણ અઠવાડિયા સુધી ચાલશે. 

વેબદુનિયા પર વાંચો