મંદિરના નામે વોટ માંગવા યોગ્ય નહી - અશોક સિંઘલ

મંગળવાર, 31 ઑગસ્ટ 2010 (11:30 IST)
અયોધ્યામાં રામ મંદિર મુદ્દા પર વીએચપીનો મુદ્દો અચાનક બદલાઈ ગયો છે. લખનૌમાં વીએચપી નેતા અશોક સિંઘલે રામ મંદિરના નામે વોટ માંગવા માટે બીજેપી નેતાઓ પર નિશાન સાધ્યુ છે.

અશોક સિંઘલનુ કહેવુ છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો વોતનો વિષય નથી. તેમણે કહ્યુ કે બીજેપીએ આવુ કરવા માટૃએ લોકો પાસે માફી માંગવી જોઈએ. એટલુ જ નહી પાર્ટીને આ માટે પ્રાયશ્ચિત પણ કરવુ જોઈએ.

વીએચપી નેતા મુજબ અયોધ્યામાં મંદિરનુ નિર્માણ સંસદીય કાયદા હેઠળ હોવુ જોઈએ, સિંઘલે મંદિર મુદ્દા પર અડવાનીની રથયાત્રાને પણ ખોટી ઠેરવી છે.

બીજી બાજુ સમાજવાદી પાર્ટીનુ કહેવુ છે કે બીજેપી આરએસએસ અને વીએચપીએ દેશનું સાંપ્રદાયિક વાતાવરણ બગાડ્યુ છે. બધા દેશવાસીઓ જાણે છે કે આ લોકો રામના નામે રાજનીતિ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો