સોનીપતના રાઈ સ્પોર્ટ્સ શાળામાં મંગળવારે હરિયાણા સરકારે યોગગુરૂ બાબા રામદેવનુ અભિનંદન કર્યુ. તેમણે પ્રદેશના બ્રાંડ એમ્બેસેડર બનાવાયા છે. તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવાનો હતો. પણ રામદેવે તેનો સ્વીકાર ન કર્યો. તેમણે પ્રદેશના મુખ્યમંત્રીને આ સન્માન પરત કરતા કહ્યુ કે પ્રધાનમંત્રી અમારા છે. સરકાર પણ અમારી છે, હરિયાણાના સીએમ અમારા છે. તો બાબાને બાબા જ રહેવા દો. કેબિનેટ મંત્રીનુ પદ નથી જોઈતુ.