ભૃણહત્યાનાં માહિતગારને ઈનામ મળશે

મંગળવાર, 29 એપ્રિલ 2008 (10:04 IST)
કન્યા ભૃણહત્યા પર નિયંત્રણ મેળવવાનાં ઉદ્દેશ્યથી મધ્યપ્રદેશ સરકાર આવા કેસની માહિતી આપનારા કોઈપણ વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

મધ્ય્ર પ્રદેશનાં સ્વાસ્થ્ય મંત્રી અજય વિશ્નોઈએ વડાપ્રધાનની અધ્યક્ષતામાં દિલ્હીમાં આયોજીત બધા રાજ્યોનાં સ્વાસ્થ્ય મંત્રીઓની એક બેઠકમાં ગઈકાલે આ જાહેરાત કરી હતી.

વિશ્નોઈ કહ્યું હતું કે, અત્યાર સુધી આ બાબતે માહિતી આપનારાને 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતાં પરંતુ મધ્યપ્રદેશ સરકારે કન્યા ભૃણહત્યાની જાણકારી આપનારાને ઈનામનાં રૂપમાં એક લાખ રૂપિયા રોકડ આપશે.

બીજી તરફ કન્યા ભૃણહત્યામાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારે એક ટોલ ફ્રી ટેલીફોન નંબરની શરૂઆત કરી છે. તેમાં લોકો એમટીએનએલ નંબર 1800110500 પર કન્યા ગર્ભપાતનાં શંકાસ્પદોની ફરિયાદ કરી શકાશે.

વેબદુનિયા પર વાંચો