ભારત-સઉદી અરબ વચ્ચે 10 સમજૂતિ પર હસ્તાક્ષર

ભાષા

રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 (17:17 IST)
ND
N.D
વડાપ્રધાન મનમોહન સિંહની મોજૂદા સઉદી અરબ યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે પ્રત્યર્પણ સંધિ સહિત લગભગ 10 સમજૂતિ પર હસ્તાક્ષર થઈ શકે છે.

કેંદ્રીય વિદેશ રાજ્ય મંત્રી શશિ થરુરે રવિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, રિયાદ ઘોષણા પત્ર બન્ને દેશો વચ્ચે દ્રિપક્ષીય સંબંધોને વધુ મજબૂતી આપશે.

વડાપ્રધાનના અહીં પહોંચ્યા બાદ મોડી રાત્રે મીડિયાથી અનૌપચારિક વાતચીતમાં થરુરે કહ્યું કે, રિયાદ ઘોષણા પત્રમાં આપને એવી ભાષા જોવા મળી શકે છે જે આ અગાઉ કદી પણ જોવા મળી નથી.

છેલ્લા 28 વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સઉદી અરબની યાત્રા છે. રિયાદ ઘોષણા પત્ર 2006 ના દિલ્હી ઘોષણા પત્રને આગળ વધારશે જેના પર સઉદી અરબના શાહ અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજની ભારત યાત્રા દરમિયાન બન્ને દેશોએ હસ્તાક્ષર કર્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો