ભાજપે કોશ્યારીને મનાવ્યાં

ભાષા

શુક્રવાર, 19 જૂન 2009 (11:14 IST)
નવી દિલ્લી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશ્યારીના રાજ્યસભામાંથી રાજીનામું આપ્યાં બાદ સરકાર પર મંડરાઈ રહેલા ખતરાને ટાળવા માટે ભાજપ નેતૃત્વને ગુરૂવારે ખુબ જ મહેનત કરવી પડી.

પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે કોશ્યારીને બોલાવીને તેમનું રાજીનામુ પરત લેવા માટે મનાવ્યા તો મુખ્યમંત્રીએ રોષે ભરાયેલા દર્જનભર ધારાસભ્યોના ઘાવો પર મલમ લગાવ્યો.

હકિકતમાં કોશ્યારીના સમર્થનમાં દિલ્લી પહોંચેલા આ ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું દેવાનું મન બનાવીને રાજ્ય સરકાર માટે સંકટ ઉભું કરી દીધું હતું.

છેલ્લા બે દિવસોમાં ઉત્તરાખંડ ભાજપની રાજનીતિમાં તેજીથી ઘટેલા ઘટનાક્રમમાં રાજ્ય સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં હતાં. પ્રથમ કોશ્યારીએ કેન્દ્રિય નેતૃત્વથી નારાજગી વ્યક્ત કરતા રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું અને ત્યાર બાદ તેમના સમર્થનમાં લગભગ એક દર્જન ધારાસભ્યોએ પણ દિલ્લી પહોંચીને સાફ કરી દીધું કે હજુ પણ મામલાનો ઉકેલ ન આવ્યો તો તેઓ પણ વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે.

આ સ્થિતિથી કેંદ્રીય નેતૃત્વના હાથ પગ ફૂલી ગયાં અને બપોર બાદથી જ માનવા મનાવવાનો દોર ચાલુ થઈ ગયો. સૌથી પહેલા મહામંત્રી સંગઠન રામલાલે રોષે ભરાયેલા ધારાસભ્યોને કહ્યું કે સરકાર ગાબડી પડવાની હદ સુધી ન જાય. તેમની જે પણ માગણી છે તેના પર પાર્ટી નેતૃત્વ વિચાર કરી રહ્યું છે.

સાંજે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે સામેથી પહેલ કરતા કોશ્યારી અને રોષે ભરાયેલા ધારાસભ્યો સાથે વાત કરી. આ મુલાકાતમાં રામલાલ અને મુખ્તાર અબ્બાસ નકવી પણ હાજર રહ્યાં. બેઠકમાં રાજનાથ સિંહે કોશ્યારીને રાજ્યસભામાં રહેતા સંગઠનનું કામ પણ કરવાનું કહ્યું છે. તેમની વાતને રાખતા કોશ્યારીએ ભરોસો આપ્યો કે તે શુક્રવારે આ મામલામાં રાજ્યસભાના સભાપતિ હામિદ અંસારીને મળશે તો રાજીનામું પરત લઈ લેશે.

વેબદુનિયા પર વાંચો