ભાજપા રાજકીય ભાવનાનો બદલો લેવા ષડયંત્ર રચી રહી છે - તરુણ તેજપાલ

મંગળવાર, 26 નવેમ્બર 2013 (15:10 IST)
P.R
હાઈકોટે પોતાની સહકર્મચારીનુ યૌન શોષણ કરનાર આરોપી અને તહલકાના સંપાદક તરુણ તેજપાલની ધરપકડને અંતરિમ સુરક્ષા આપવાની ના પાડી દીધી છે. તેજપાલ પર આરોપ છે કે તેમણે સાત અને આઠ નવેમ્બરના રોજ ગોવાની એક હોટલમાં પોતાની આ સહકર્મચારી પર યૌન હુમલો કર્યો હતો. ન્યાયાધીશ સુનીતા ગુપ્તાએ ગોવા પોલીસના વકીલને પોતાનો જવાબ જો કોઈ હોય તો તે પણ દાખલ કરવા કર્યુ છે. તેજપાલની અગ્રિમ જામીન અરજી પર આવીકાલે સુનાવણી થશે. મહિલા પત્રકારના જાતિય શોષણના આરોપમાં ફસાયેલા તહેલકાના એડિટર-ઈન-ચીફ તરૂણ તેજપાલ હવે પોતાના બચાવનો રસ્તો શોધી રહ્યા છે. પહેલા પોતાની ભૂલ સ્વીકારીને છોકરીની સાથે વિના શરત માફીના પછી 6 મહીના સુધી તહેલકાના સંપાદકનું પદ છોડીવાની રજૂઆત કરનાર તેજપાલ હવે પોતે જ રાજકીય ષડયંત્રમાં ફસાયાની વાત કહી રહ્યા છે.

તેજપાલે આની પાછળ ભાજપનું તરકટ હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને આખા ષડયંત્રની પાછળ ભાજપ છે. તેજપાલ ગોવા પોલિસ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે તેજપાલે કહ્યું કે ગોવાના સીએમ મનોહર પર્રિકરે આ કેસમાં સીધા પોલિસને આદેશ આપી રહ્યા છે. તેજપાલે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરતા કહ્યું છે કે કેસની તપાસ ગોવા પોલિસના બદલે સીબીઆઈ કે કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની અપીલ કરી છે. તેજપાલની અરજી પર બુધવારે સુનાવણી થશે. આરોપ લગાવતા તેજપાલે કહ્યું કે ગોવા પોલિસની કાર્યવાહી ખોટી અને અન્યાયી છે. તેજપાલે કહ્યું કે રાજકીય બદલાની ભાવનાથી ભાજપ મારા વિરૂધ્ધ તરકટ રચી રહી છે.

જો કે તેજપાલ માટે રાહતની કોઈ ખબર નથી. તહેલકાના સીનિયર એડિટર રાના અય્યૂબે પણ તહેલકાથી રાજીનામું આપી દીધું છે. રાણાએ બદલાયેલી હાલતમાં કામ કરવું અસંભવ જણાવ્યું અને કહ્યું કે સિદ્ધાંતોના લીધે તેમણે આવું પગલું ભર્યું છે. આ પહેલા પીડિતાએ પણ તહેલકાથી રાજીનામું આપી ચૂકી છે

વેબદુનિયા પર વાંચો