પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં વધતી મોંઘવારી અને વીજળી સમસ્યાઓ વચ્ચે 'અચ્છે દિન' ને લઈને વિપક્ષ સરકાર પર સતત વાક્કયુદ્ધ ચાલી રહ્યુ છે. પણ પહેલીવાર સાંસદ બનેલ આમ આદમી પાર્ટીના ભગવંત માને 'અચ્છે દિન'ના નારા પર વ્યંગ્ય કરતા સંસદમાં એક કવિતા સંભળાવી.
સાંસદ ભગવંત માને આ વીડિયો યૂટ્યુબ પર નાખ્યો છે. જ્યારે તેમણે આ કવિતા વાંચી ત્યારે સદનમાં નાણાકીય મંત્રી અરુણ જેટલી પણ હાજર હતા. તેઓ ગંભીર મુદ્રામાં ચુપચાપ કવિતા સાંભળતા રહ્યા. સદન અધ્યક્ષની ખુરશી પર પ્રોફેસર કેવી થોમસ બેસ્યા હતા. સંગરૂરથી આપ સાંસદે પહેલા સામાન્ય બજેટ પર સવાલ ઉઠાવ્યો અને પછી આ કવિતા વાંચી.