બ્રિટનની મૈગેઝીને મોદીનો બેંડ વગાડ્યો, કહ્યુ "કટ્ટર હિન્દુઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે PM "

શુક્રવાર, 22 મે 2015 (13:09 IST)
અમેરિકાના ટાઈમ મેગેઝીન પછી હવે બ્રીટનના જાણીતા મેગેઝીન ધ ઈકોનોમિસ્ટ મોદી સરકાર પર માછકા ધોયા છે . મેગેઝીને એક તરફ ભારતના ઉજળા ભવિષ્ય તરફ ઈશારો કરીને અનેક મુદ્દાઓને લઈને મોદી સરકારની ટીકા કરી છે. 
 
મેગેઝીનમાં જણાવાયું છે કે અચ્છે દિનનો નારો આપીને મોદીએ ભલે સરકાઅર બનાવી લીધી પણ કામ કરવાની તેની ગતિ ધીમી છે. મતદાતાઓએ ભાજપને પાછલા 30 વર્ષોમાં સૌથી વધુ સીટો આપી છે , તેમ છતાંય કામની ગતિશીલતા ધીમી રહી છે. ભારતના ભૂતકાલના દરેક વડાપ્રધાન કરતા હાલના પીએમ બરેન્દ્ત મોદીએ તેમની પાસે સૌથી વધુ સત્તા રાખી છે. 
 
મેગેઝીબના માનવા પ્રમાણે ભારતને મોટા ચેઈંજની જરૂર છે અને  એ કામ વન મેન બેંડ  (મોદી) માટે મોટો પડકાર છે. જો મોદી દેશમાં ફેરફાર લાવવા ઈચ્છતા હોય તો તેમણે વન મેન બેંડમાં કોઈ નવી ધુન મૂકક્વી પડ્શે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદીનું વિચારવાનું હજુ પણ ગુજરાતના સીએમ જેવું છે. કોઈ રાષ્ટ્રીય નેતા જેવું નહી. 
 
ધ ઈકોનોમિસ્ટનું માનવું છે કે ભારત થોડા સમયમાં જ દુનિયાની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ થશે અને દુનિયાની ત્રીજો નંબરની અર્થવ્યવસ્થાવાળો દેશ હશે આવા સંજોગોમાં આ રસ્તે એક જ વ્યકતિ ભારતને દોરીને લઈ જઈ શકે છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી 
 
જો કે મેગેઝીને ઓઈલની કિમતો મોંઘવારી અને વ્યાજના દરો પર ચિંતા વ્યકત કરતા લખ્યું છે કે સુધરતી અર્થવ્યવસ્થાને કારણે મોદી ધારશે તો 7.5 ટકા જીડીપી ગ્રોથ સાથે ભારત ચીનને પાછળ છોડી શકે છે. 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો