બુટલેગર ડોન લતીફના જીવન પરથી બનેલી ફિલ્મના પ્રમોશનમાં બાળકોનો ઉપયોગ કરાતા વિવાદ

બુધવાર, 30 જુલાઈ 2014 (15:34 IST)
અમદાવાદના એક જમાનામાં કુખ્યાત ડોન અબ્દુલ લતીફના જીવન પરથી બનેલી ફિલ્મના પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. અમદાવાદની ગુનેગારીની દુનિયામાં અનેક ગુના કરી ચૂકેલા લતીફ પરના જીવન પર બનેલી હિન્દી ફિલ્મ  લતીફ "ધ કિંગ ઓફ ક્રાઈમના લોન્ચ સમયે  બાળકોમાં મૂવી પ્રમોશનને લગતા ટી-શર્ટ વહેંચવામાં આવ્યા હતા. એક ગુનેગારના જીવન પર બનેલી ફિલ્મના પ્રમોશનમાં સગીર બાળકોનો ઉપયોગ કરવા પર અનેક  લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. 
 
3 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં અમદાવાદના કાળુપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ફારૂખ શેખનો પુત્ર હમીદ લીડ રોલ કરે છે. મુંબઈમાં યોજાયેલ ફિલ્મ પ્રમોશનના કાર્યક્ર્મ દરમ્યાન લતીફ કીંગ ઓફ ક્રાઈમ એવું પ્રિંટ કરેલા ટી-શર્ટ બાળકોને પહેરાવવામાં આવેલા ટી-શર્ટ પર જ ફિલ્મનું પોસ્ટર પ્રિંટ કરવામાં આવ્યું હતું .એ સિવાય આવું જ લખાણ લખેલા કૉફી મગ પણ લોકોને આપવામાં આવ્યા હતા. કૉફી મગ હાથમાં લઈ અને ટી-શર્ટ પહેરીને બાળકોએ તસ્વીરો પણ ખેચાવી હતી. 
 
અબ્દુલ લતીફ 1990ના ગાળામાં ગુજરાતમાં ગુનાખોરીનો ડોન બની ગયો હતો. એક ભૂતપૂર્વ સાંસદની હત્યાથી લઈને રાધિકા જીમખાનામાં નવ લોકોની હત્યા અને ખંડણી દારૂની હેરાફેરી જેવા અનેક ગુનાઓ તેના પર લગાવવામાં આવ્યા હતા1996 માં લતીફનુ અમદાવાદ પોલીસે એંકાઉનટર કર્યું હતું. લતીફ ધ કીંગ ઓફ ક્રાઈમને આ 1 લી ઓગસ્ટે ગુજરાત અને દેશભરમાં રીલીઝ કરવામાં આવી રહી છે. બાળકોને ટી-શર્ટ પહેરવવાના વિવાદ અંગે ફિલ્મના ડાયરેક્ટર શરીફ મીનહાજ કહે છે કે બાળકો સામાન્ય રીતે ટી-શર્ટ પહેરીને રમતા રહેતા હોય છે. પુખ્ત લોકો એટલા ઝડપથી ટી-શર્ટ નથી પહેરતા બાળકો ટી-શર્ટ પહેરે તો આંખે ચડી જાય છે એટલે અમે ફિલ્મને પ્રમોટ કરવા આવા ટી-શર્ટ તૈયાર કરાવડાવ્યા. શરીફ મીનહાજે  આ અગાઉ ગુજરાતના કોમી તોફાનો પર ઔર ચાંદ બુઝ ગયા જેવી ફિલ્મ બનાવી હતી. 
 
ટી-શર્ટ સિવાય મગ પણ બાળકોને આપવામાં આવ્યા હતા. (નીચે તસ્વીરો જુઓ )
 

વેબદુનિયા પર વાંચો