બિહાર દિવસની ઉજવણીનો વિવાદ થંભી ગયો, રાજ ઠાકરેને પણ નિમંત્રણ

શુક્રવાર, 13 એપ્રિલ 2012 (17:12 IST)
P.R
મહારાષ્ટ્રમાં બિહાર દિવસની ઉજવણીને લઈને વિવાદ હવે થંભતો નજરે પડી રહ્યો છે. આ મુદ્દા પર નીતિશ કુમારે રાજ ઠાકરે સાથે ટેલિફોન પર વાત કરી છે, બંને નેતાઓ વચ્ચે જેનાથી મતભેદો ખતમ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ વાતની જાણકારી જેડીયૂના એમએલસી દેવેશચંદ ઠાકુરે આપી છે. તેમણે કહ્યુ છે કે નીતિશ કુમારે બિહાર દિવસના આયોજન પ્રસંગે રાજ ઠાકરેને પણ નિમંત્રણ આપ્યું છે.

મુંબઈમાં બિહાર દિવસ કાર્યક્રમને લઈને કેટલાક લોકોના વાંધાને નકામા ગણાવતા મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે તેઓ મહારાષ્ટ્રની ધરતીનો ઘણો આદર કરે છે.

કૃષિ સંબંધિત એક કાર્યક્રમ બાદ નીતિશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વિરોધ સંદર્ભેના એક સવાલ પર પત્રકારોને જણાવ્યુ કે 15 એપ્રિલે મુંબઈમાં કોઈ રાજકીય નહીં, પરંતુ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તેમની સમજમાં કોઈને આના પર વાંધો હોવો જોઈએ નહીં.

નીતિશે કહ્યુ કે મહારાષ્ટ્રે ઘણાં મહાન નાયકો અને જ્ઞાનીઓને જન્મ આપ્યો છે. જેમણે દેશને દિશા આપી છે. તેઓ મહારાષ્ટ્રની ધરતીનો ઘણો આદર કરે છે. તેઓ મુંબઈ જઈને મહારાષ્ટ્રની ધરતીને પ્રણામ કરશે.

નીતિશે કહ્યુ કે મુંબઈમાં બિહાર દિવસનો કાર્યક્રમ અહીંથી ગયેલા ગરીબ બિહારી કરી રહ્યા છે. આ સહજ અને સ્વાભાવિક કાર્યક્રમ છે. તેમને નથી લાગતું કે મહારાષ્ટ્રવાસીઓને આનાથી કોઈ વાંધો હોય. મહારાષ્ટ્ર અને બિહારના લોકો એકબીજાના સહયોગી રહ્યા છે. લોકો મહારાષ્ટ્રવાસીઓનો આદર કરે છે. બિહારી લોકો મુસીબતના સમયે ત્યાં ગયા હતા હવે બિહારમાં ઘણું સારું વાતાવરણ છે. માટે લોકો કંઈક આયોજન કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો