બિહારમાં સળગી રહ્યું છે

ભાષા

શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (13:03 IST)
મુંબઈમાં રેલ્વેની પરીક્ષા આપવા ગયેલા બિહારનાં યુવાનનાં થયેલા મોત બાદ ભડકેલી હિંસા હજુ ચાલી રહી છે.

ઉત્તર ભારતીયો પર હુમલાનાં વિરોધમાં શુક્રવારે પણ બિહારનાં નાલંદા, મોતિહારી, લખીસરાય અને ગયા જિલ્લાનાં રેલ્વે સ્ટેશન પર છાત્રોએ ઉગ્ર પ્રદર્શન, તોડફોડ અને આગ લગાડી હતી. જેને કારણે સ્ટેશન પર ઉભેલા પેસેન્જરોમાં અફડાતફડી ફલેઆઈ ગઈ હતી.

જેમાં 30 પોલીસકર્મી સહિત 50 લોકો ઘાયલ થયા હતા. સુરક્ષાનાં કારણોસર રેલ્વે મંત્રાલયે 21 ટ્રેનો રદ્દ કરી છે.
આ મુદ્દે મુખ્યમંત્રી નિતીશકુમારે શાંતિની અપીલ કરી છે. તેમજ રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાજકારણ ન રમવા જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો