બિહારમાં લાલુ-પાસવાન-કોંગ્રેસ એક થયા

વેબ દુનિયા

મંગળવાર, 17 માર્ચ 2009 (18:04 IST)
PTI

લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રાષ્ટ્રીય જનતા પાર્ટી (આર.જે.ડી), લોક જનશક્તિ પાર્ટી (લો.જ.પા) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. જેમાં સૌથી વધઉ બેઠકો લાલુને મળી છે.

લોકસભામાં 40 બેઠકોવાળા બિહારમાં આર.જે.ડી 25, લોજપા 12 તથા કોંગ્રેસ માત્ર 3 બેઠકો ઉપરથી ચૂંટણી લડશે એવી અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં લાલુ-પાસવાને વિગતો આપી હતી.

વેબદુનિયા પર વાંચો