બિહારમાં બંધ, પોલીસનો લાઠીચાર્જ

વેબ દુનિયા

શનિવાર, 25 ઑક્ટોબર 2008 (16:04 IST)
PTI

બિહાર હજી પણ બદલાની આગમાં સળગી રહ્યું છે. ગુરૂવારથી શરૂ થયેલ હિંસક પ્રદર્શન સતત ત્રીજા દિવસ પણ ચાલું રહ્યું છે. બિહારનાં વિવિધ છાત્ર સંગઠનોએ શનિવારે બિહાર બંધનું એલાન કર્યું છે. તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

બિહારશરીફ શહેરમાં બંધની ખાસ્સી અસર જોવા મળી હતી. અને દુકાનો અને બીજા વ્યાપારીક સંસ્થાનો બંધ રહ્યા હતાં. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં કાર્યકર્તાઓ દ્વારા રેલ્વેની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેમાં નાલંદાનાં પવનકુમાર નામના છાત્રનું મોત થયું હતું. આ હત્યાનાં વિરોધમાં બિહારમાં છેલ્લાં ત્રણ દિવસથી હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે.

કેટલાંક તોફાનીઓએ પૂર્વ ચંપારણ જિલ્લાનાં રેલ્વે સ્ટેશન પર તોડફોડ કરી હતી. તેમજ પોલીસની જીપ સળગાવી દીધી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સીઆપીએફનાં જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. કાયદો અને કાનૂન બનાવી રાખવા માટે પોલીસે તોફાન મચાવી રહેલા ટોળા ઉપર લાઠીચાર્જ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિહારશરીફ એ મુખ્યમંત્રી નિતીશકુમારનાં મતવિસ્તાર નાલંદાની નજીક આવેલું છે.

વેબદુનિયા પર વાંચો