બિહારના પૂર્વમંત્રી હત્યાના ગુનામાં દોષિત

શુક્રવાર, 30 મે 2008 (13:50 IST)
નવાદા. બિહારના નવાદા જિલ્લાની એક અદાલતે હત્યાના મામલામાં આજે રાજ્યના પૂર્વ પશુપાલન રાજ્યમંત્રી આદિત્ય સિંહ તથા તેમના પુત્રને કસુરવાર ઠરાવ્યા હતા. ન્યાયાધીશ વિજય શંકર પાઠકે આ કેસની સુનવણી બાદ આદિત્ય સિંહ તથા તેમના પુત્ર સુમનસિંહને ભારતીય આઈપીસીની કલમ 302, 34 તથા આર્મસ એક્ટની ધારા 27 મુજબ દોષિત ઠરાવ્યા હતા.

અદાલત આ મામલામાં બે જુને સજા ફરમાવશે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, 27મી ફેબ્રુઆરી 2000ના રોજ જિલ્લાના નરહટ ક્ષેત્રના ગોવાસા ગામે એક ઈંટના ભઠ્ઠાના મુકદમ અશોક સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે આદિત્યસિંહ તથા સુમનસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો