'બિગ બોસ'માં મરાઠી માનુષનું અપમાન કરતા રાજ ભડક્યા

સોમવાર, 24 ઑક્ટોબર 2011 (10:27 IST)
N.D
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે મનોરંજન ચેનલ 'કલર્સ' પર બતાવવામાં આવેલ રિયાલિટી 'બિગ બોસ-5' એ મરાઠીઓનું અપમાન કરનારા બતાવ્યા છે. તેમણે ગુરૂવારએ કહ્યુ કે કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ હરીફોએ મરાઠી સમૂહની માફી માંગવી જોઈએ.

શુક્રવારે રાત્રે પ્રસારિત એક કાર્યક્રમમાં અભિનેતા અમર ઉપાધ્યાય 'બિગ બોસ'દ્વારા આપવામાં આવેલ એક લક્ષ્યને પૂરૂ ન કરી શક્યા. જેને કારણે 'બિગ બોસ'એ અમરને ઘરના અન્ય સભ્ય શક્તિ કપૂર અને સિદ્ધાર્થ ભારદ્વાજના નૌકર બનાવી દીધા.

કાર્યક્રમ દરમિયાન શક્તિ અને સિદ્ધાર્થએ અમરનુ નામકરણ પી.કે. લેલે કરી દીધુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે લેલે મરાઠી કુલનામ છે. ઠાકરેએ સવાલ કર્યો કે - 'લેલે મરાઠી કુલનામ છે, શુ આનો મતલબ એ છે કે બધા નોકર મરાઠી છે.'

તેમણે શક્તિ કપૂર અને ભારદ્વાજ ચેતાવણી આપી છે કે જો તેમણે 24 કલાકની અંદર માફી ન માંગી તો તેનું પરિણામ ભોગવવું પડશે

વેબદુનિયા પર વાંચો