બિગ બી મરાઠી ફિલ્મ બનાવશે

ભાષા

રવિવાર, 22 જૂન 2008 (16:54 IST)
મુંબઈ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનું ઉત્તર ભારતીઓ વિરુદ્ધ ઉત્તેજક ભાષણોમાં નિશાના પર રહેલ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના બેનર એબી કોર્પોરેશનની હેઠળ એક મરાઠી ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મનું નામ હજું સુધી નક્કી થયું નથી અને તેનું નિર્માણ પણ શરૂ થયું નથી. આનું નિર્દેશન ઉમેશ કુલકર્ણી કરી રહ્યાં છે.

ફિલ્મના રહસ્ય પરથી પડદો ઉઠાવવાની મનાઈ કરતાં કુલકર્ણીએ જણાવ્યું કે ફિલ્મ એક સમકાલીન વાર્તા પર આધારિત છે જેની અંદર જીવનમાં આધ્યાત્મિક રીતે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મનો નાયક એક બાર્ષનો છોકરો છે જો કે આ બાળફિલ્મ નથી.

વેબદુનિયા પર વાંચો