બાબાનું બ્રહ્મચર્ય ભંગ કરી શકુ છુ

શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2011 (11:32 IST)
W.D
આઈટમ ગર્લ રાખી સાવંત ચર્ચામાં કાયમ રહેવા માટે જે કરે તે ઓછુ છે. પોતાના શો ની લોંચિગના દિવસે તેણે કહ્યુ હતુ કે તે બાબા રામદેવ સાથે લગ્ન કરવા માંગે છે. તેના આ કથનથી શો અને રાખી બંને ચર્ચામાં આવ્યા હતા.

તાજેતરમાં જી ટીવી પર શો સારેગામાપામાં ભાગ લેવા આવેલ બાબાને જ્યારે પૂછવામાં આવ્યુ હતુ કે રાખી દ્વારા કહેવામાં આવેલ વાતો પર તેમનું શુ કહેવુ છે તો તેમણે કહ્યુ કે રાખી જેવા લોકો માત્ર ચર્ચામાં બન્યા રહેવા માતે આ પ્રકારની બેમતલબ વાતો કરે છે.

રાખીએ પલટવાર કર્યો અને બધી હદો પાર કરતા યોગ ગુરૂને ખુલ્લો પડકાર આપતા કહ્યુ કે જે રીતે મેનકાએ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરી હતી એ જ રીત્તે હુ બાબા રામદેવની તપસ્યા ભંગ કરી દઈશ. તેણે બેશરમીની હદ ઓળંગતા એવુ પણ કહ્યુ કે જો મને તક મળે તો હું બાબા રામદેવનુ બ્રહ્મચર્ય પણ ભંગ કરી શકુ છુ.

રાખીએ કહ્યુ કે રામદેવને રિયાલીટી શો બિગ બોસમાં તેમની સાથે આવવાનું આમંત્રણ આપતા કહ્યુ કે બાબ રામદેવ દાઢી વગર ખૂબ આકર્ષક લાગશે અને આ શો માં તે પોતાની અદાથી બાબાને પટાવી લેશે જે દિવસે બાબ રામદેવ તૈયાર હા પાડશે એ દિવસે તે લગ્ન પણ કરી લેશે.

વેબદુનિયા પર વાંચો