બસ ખાઈમાં પડતાં 20નાં મોત

વાર્તા

મંગળવાર, 14 ઑક્ટોબર 2008 (15:44 IST)
ઉત્તરાખંડનાં ટિહરી જિલ્લામાં રીષીકેશ ચમ્બા માર્ગ પર મંગળવાર સવારે એક બસ ઉંડી ખાઈમાં પડી જતાં 20 જેટલાં યાત્રીઓનાં મૃત્યુ થવાની આશંકા છે. જ્યારે 15 જેટલાં લોકો ઘાયલ થયા હોવાની સંભાવના છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે લગભગ અગિયાર વાગ્યે રીષીકેશ ચમ્બા માર્ગ પર એક બસ પસાર થઈ રહી હતી. ત્યારે તાખીલાખારી પાસે તેના ડ્રાયવરે કાબુ ગુમાવતાં તે 500 મીટર ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં લગભગ 20 જેટલાં લોકોનાં મોત થયા હોવાની સંભાવના છે.
જ્યારે પોલીસ અને ફાયર બ્રિગ્રેડે 15 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં. અને, તેમને નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો