બળાત્કાર મામલે કિશોરની ધરપકડ

ભાષા

શનિવાર, 13 ડિસેમ્બર 2008 (10:41 IST)
છ વર્ષની એક બાળા ઉપર બળાત્કાર કરવાના મામલે પોલીસે 15 વર્ષના કિશોરની ધરપકડ કરી છે. પોલીસ ઉપ કમિશ્નર રાકેશ આર્યએ કહ્યું હતું કે, પહેલા ધોરણમાં ભણતી બાળા ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે છોકરાએ ચોકલેટ આપવાની લાલચે ફોસલાવી બળાત્કાર કર્યો હતો.

બાળાએ આ ઘટનાની જાણકારી તેના માતા-પિતાને આપી હતી. તેઓ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે કિશોરની ધરપકડ કરી તેમે કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાંથી તેને બાળ અદાલતમાં મોકલી દેવાયો છે.

વેબદુનિયા પર વાંચો