બનાસકાંઠા પાટ્ણમાં આભ ફાટ્યું સુસવાટા સાથે ભારે વરસાદ સૂઈ ગામમાં 19 ઈંચ વરસાદ પડતા મેઘતાંડવ માઉંટ આબુમાં ભૂસંખલન , રાસ્તાઓ બંદ

મંગળવાર, 28 જુલાઈ 2015 (17:07 IST)
ઉતર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 10 ઈંચથી 19 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્તા અનેક ગામો જળબંબાકાર થયા હતા. બાંસ્સકાંઠા જીલ્લામાં પવનના સુસવાટા વીજળી અને પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડતા સેંકડો વૃક્ષો ધારાશયી થયા છે. અને વીજળીના થાંભલા તૂટી પડ્યા અનેક ગામોમાં વીજળી જતી રહી હતી. તીર્થધામ અંબાજીમાં 10 ઈંચ જેટલો વરસાદ પદ્યો હતો અને માઉંટ આબુંમાં 22 ઈંચ વરસાત થયાં છે અને જગ્યા જગ્યા ભૂસંખલન થતાં રસ્તાઓ બંદ પડી ગયા છે. 
 
બનાસકાંઠાના સૂઈ ગામમાં 19 ઈંચ જેટલો વરસદ પડ્તા અહીં રહેતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી જ સ્થિતિ લાખેડે તાલુકામાં થઈ હતી અને અહીં 21 ઈંચ જેટલો વરસાદ પદ્યો હતો બનાસકાંઠામાં અનેક ગામો સંપર્ક વિહોણા બનતા નેશનલ ડિઝાસ્ટર રીલીફની 3 ટીમને તેમાત કરાઈ હતી. 
 
બનાસકાંથાની સાથે પાટણ જીલ્લાઅમાં છેલ્લા બે દિવસથી અતિ વરસાદ ચાલૂ રહેતા મેઘતાંડવ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. પાટણમાં 8-10 ઈંચ વરસાદના કારણે રસ્તાઓ હાઈ-વે અને લોકોના ઘરોમાં બે ત્રણ ફુટ  પાણી ભરાતા હતા. પાટણમાં શાળ કોલેજો બંધ રહ્યા હતા અને આનંદ સરોવર ઓવરફ્લો થઈ ગયું. 


 







બનાસકાઠા તસ્વીરોમાં 

વેબદુનિયા પર વાંચો