બદ્રીનાથ મંદિરના કપાટ બંધ કરતા પહેલા પંચ પૂજા થઈ શરૂ

સોમવાર, 14 નવેમ્બર 2016 (16:14 IST)
ઉત્તરાખંડ હિમાલય સ્થિત બદ્રીનાથના 16 નવેમ્બરને કપાટ બંધ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. બદ્રીનાથજીના પટબંદી અને તેના પૂર્વ શરૂ થનારી પંચપૂજાઓ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં સોમવારે માર્ગ પુસ્તકની વિધિપૂર્વક આજે પૂજા થઈ. આ પહેલા શનિવારથી શરૂ થયેલ પંચ પૂજાઓમાં શનિવારે ગણેશ પૂજા સાથે ભગવાન ગણેશના મંદિરના કપાટ બંધ કર્યા.  આ અવસર પર બદ્રીનાથના રાવલ જે કે મુખ્ય પૂજારી પણ છે તેમણે ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. 
 
પંચ પૂજાઓમાં શનિવારે ગણેશ પૂજા સાથે ભગવાન ગણેશના મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા. આ અવસર પર બદ્રીનાથના રાવલ જે કે મુખ્ય પુજારી પણ છે એ ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. સવારે દસ વાગ્યાથી શરૂ થયેલ આ પૂજા અનુષ્ઠાન પછી ભગવાન ગણેશને શીતકાલ સુધી યથાસ્થાન પર સુશોભિત કરી તેમના મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા. રવિવારે 13 તારીખે આ જ પ્રક્રિયામાં બદ્રીનાથમાં આવેલ ભગવાન કેદારેશ્વરના કપાટ બંધ કરવામાં આવ્યા. 
 
15 નવેમ્બર મતલબ મંગળવારે ધન એશ્વર્યની દેવી મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરીને તેમને આગામી છ મહિના માટે મંદિરના ગર્ભગૃહામં આવવાનુ આમંત્રણ આપવામાં આવશે. ત્યારબાદ આગામી 16 નવેમ્બરના બપોર પછી ત્રીજા પ્રહરમાં 3.45 પર ભગવાન બદ્રીનાથના કપાટ આગામી શીતકાલ સુધી માટે બંધ કરવામાં આવશે. જ્યારબાદ ઉદ્ધવજી અને કુબેરજીની ડોલી પાંડુકેશ્વર અને શંકરાચાર્યની ગાદી જોશીમઠ માટે પ્રસ્થાન કરશે. 

વેબદુનિયા પર વાંચો