ફેસબુક મુદ્દા પર શિવસેના નારાજ, પાલઘર બંધ

બુધવાર, 28 નવેમ્બર 2012 (12:38 IST)
P.R
શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેના અંતિમ સંસ્કારના દિવસે મુંબઈ બંધ અંગે ફેસબૂક પર ટિપ્પણી કરનાર બે યુવતીઓની ધરપકડના એક સપ્તાહ પછી મુંબઈ હાઈકોર્ટે તેઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલનાર અને પછી જામીન આપનાર પાલઘરના મેજીસ્ટ્રેટની બદલી કરી નાખી અને થાણેના એસપી રવિન્દ્ર સેનગાંવકર અને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીકાંત પિંગલેને સસ્પેન્ડ કરી દીધા છે. જેના વિરોધમાં નારાજ શિવસેનાએ પાલઘર બંધનું એલાન કર્યુ છે.

શિવસેના વિધાયક એકનાથ શિંદે એ પોલીઅ અધિકારીઓના સંસપેંડની આલોચના કરતા કહ્યુ કે પાર્ટીના સ્થાનિક એકમને બંધનું એલાન કર્યુ છે. શિંદે એ દાવો કર્યો કે પોલીસે પરિસ્થિતિ અનુરૂપ કામ કર્યુ છે. ધરપકડ કરવામાં આવેલ યુવતીઓએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી નથી.

બીજી બાજુ મહારાષ્ટ્રના અલ્પસંખ્યક મુદ્દાના મંત્રી મોહમ્મદ આરિફ ખાને કહ્યુ કે બાલ ઠાકરેના અવસાન પછી ટિપ્પણી કરનારી બે યુવતીઓ વિરુદ્ધ મુદ્દાને રદ્દ કરવાની માંગ કરી છે.

આ મુદ્દામાં નિષ્કાળજી વર્તવા પર સરકારે ઠાણે ગ્રામીણના એસપીને સસ્પેંડ કરવ્વાનો નિર્ણય કર્યો જ્યારે કે બોમ્બે હાઈકોર્ટે જામીન આપનારા જજની પણ ટ્રાંસફર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે બાલ ઠાકરેના અંતિમ સંસ્કાર વખતે 18 નવેમ્બરે મુંબઈ બંધ અંગે શાહીન ઢાંડાએ ફેસબૂક પર એક ટીપ્પણી કરી હતી અને રેણુ શ્રીનિવાસને ‘લાઈક’ કર્યુ હતુ. જેના પછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

શિવસેનાએ બંને વિરુદ્ધ લોકોની ભાવનાઓ ભડકાવવાની ફરિયાદ નોંધાવી. એટલુ જ નહી શાહિનના ચાચાના ક્લિનિક પર કેટલાક ગુંડાઓએ તોડફોડ કરી હતી. પોલીસે પણ આ મુદ્દા પર બંને યુવતીઓની ધરપકડ કરી હતે. જ્યાર પછી આ બંનેને દેશભરમાંથી સમર્થન મળી રહ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો