માહિતી મુજબ જમુના કાલરી નિવાસી અજય કુમાર માઝી અને અનિતા (નામ બદલ્યુ છે) વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા. આ દરમિયાન પ્રેમી અને પ્રેમિકા બંનેના જુદી જુદી જગ્યાએ લગ્ન થઈ ગયા. પણ યુવતીએ પોતાના પતિને છોડી દીધો અને હવે તે પ્રેમી અજય પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. યુવકે ના પાડતા યુવતી નારાજ થઈ ગઈ અને કોઈ બહાને પ્રેમીને કુશિયરાના જંગલમાં મળવા માટે બોલાવ્યો અને ધારદાર હથિયારથી તેનુ ગુપ્તાંગ કાપી નાખ્યુ.