પ્રવિણ મહાજન આઈસીયૂમાં દાખલ

ભાજપા નેતા પ્રમોદ મહાજનની હત્યાના આરોપી અને ભાઈ પ્રવિણ મહાજનને બ્રેન હેમરેજ થઈ ગયુ, જ્યારબાદ તેમને મુંબઈની જુપિટર હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. પ્રવિણ મહાજન હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ છે. તેમની સારવાર હોસ્પિટલના સીનિયર સર્જન ડો. એસ એન ચેનોય કરી રહ્યા છે. ભાઈની તબિયત ખરાબ હોવાની માહિતી મળતા જ ભાઈ પ્રકાશ મહાજન ઉપરાંત પરિવારના અન્ય લોકો પણ હોસ્પિટલમાં પહોંચી ગયા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આજે પ્રવીણ મહાજનની પેરોલ પુરી થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો